ગણપત યુનિવર્સિટીમાં અર્બન સાયન્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાયો - International Mother Language Day news
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ શહેરમાં વિદ્યાર્થીઓમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાઓ પર જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે ગણપત યુનિવર્સીટીમાં આવેલા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફેકલ્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાથે વિદ્યાર્થીઓમાં ભાષાની સમાજ અને મહત્વ સમજાવતા ભાષાએ આપણો મૃત અને અમૃત વારસાઓને વિકસાવવા અને જાળવવાનું એક માત્ર શક્તિશાળી સાધન છે અને ભાષાએ સમજણ, સહનશીલતા, સંવાદ અને પ્રસારના આધારે એકતાને પ્રેરણા આપે છે. સાથે જ દ્વિભાષીય અને બહુભાષી હોવાના સામન્ય મૂલ્યોને પણ સમજાવે છે માટે કોલેજ દ્વારા આયોજિત માતૃભાષા દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજી ભારતભરની અન્ય ભાષાઓની સમૃદ્ધતા વિશે રૂબરૂ થયા હતા તો વિદ્યાર્થીઓ આ ભાષા પુસ્તક પ્રદર્શન નિહાળી પોતાના ભણતરમાં પણ વૃદ્ધિ કરી શકશે.