કચ્છમાં હાઈએલર્ટના પગલે જામનગરમાં દરિયા કિનારે સઘન સુરક્ષા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ સૌરાષ્ટ્રમાં જામનગરથી પાકિસ્તાનનું 150 કિ.મી. જેટલું અંતર છે. જેથી પાકિસ્તાન દરિયાઈ માર્ગેથી આંતકવાદીઓ ભારતમાં ઘુસાડે તેવી દહેશત હોવાથી જામનગરના દરિયાકિનારે પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે. દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પહેરો કરવામાં આવી રહ્યો છે. તો આર્મી, નેવી અને એરફોર્સ સૈનિક ટીમો દ્વારા પણ દરિયામાં સતત વોચ રાખવામાં આવી રહી છે. સાથે જ મરીન કમાન્ડો પણ સતત દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.