મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને NCP શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ પર સોમવારે નાગપુર જિલ્લામાં હુમલો થયો હતો. આ હુમલામાં તે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, દેશમુખની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
દેશમુખ નરખેડ ગામમાં એક મીટિંગમાં હાજરી આપીને કાટોલ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. આ દરમિયાન કાટોલ નજીક જલાલખેડા રોડ પર બેલફાટા પાસે કેટલાક અજાણ્યા લોકોએ દેશમુખની કાર પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, હુમલામાં ઘાયલ થયેલા દેશમુખને તાત્કાલિક કાટોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતો.
તમને જણાવી દઈએ કે, NCP શરદ પવાર જૂથના નેતા દેશમુખ નાગપુરની કાટોલ વિધાનસભા સીટથી વર્તમાન ધારાસભ્ય છે. નાગપુર પોલીસે આ ઘટનાની માહિતી આપી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને મામલાની તપાસ કરી રહી છે. સમાચાર મુજબ કારની આગળની સીટ પર બેઠેલા અનિલ દેશમુખના માથામાંથી લોહી વહી રહ્યું હતું.
આ હુમલામાં તેમની કારની વિન્ડશિલ્ડ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને બારીના કાચ તૂટી ગયા હોવાનું તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાસ્થળે બધે તૂટેલા કારના કાચ વેરવિખેર જોવા મળ્યા હતા. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઘટના વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આ ઘટના બની હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, રાજ્યની તમામ 288 વિધાનસભા સીટો પર 23 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો: