કોરોના સંક્રમણઃ જામનગરમાં ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ - latest news of corona virus
🎬 Watch Now: Feature Video

જામનગરઃ શહેરમાં સમર્પણ સર્કલ પાસે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફોરવ્હીલ તેમજ રિક્ષાચાલકોને અટકાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, કોરોના વાઈરસ ચેપી રોગ છે. સંક્રમણ દ્વારા આ રોગ ફેલાઈ રહ્યો છે, ત્યારે લોકો ઘરની બહાર ના નીકળે તેમજ કોના વાઈરસને આગળ વધતો અટકાવવા માટે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જામનગરવાસીઓ પણ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો અને સજ્જડ બંધ પાડ્યો છે. જો કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો બહાર નીકળ્યા હતાં. ખાસ કરીને હોસ્પિટલના કામથી પણ લોકો બહાર આવી રહ્યા છે.