'નમસ્તે ટ્રમ્પ': અમેરિકામાં 24 વર્ષથી બિઝનેસ કરતો પરિવાર ભારત આવ્યો, જુઓ વીડિયો - Surat latest news
🎬 Watch Now: Feature Video

સુરત: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ્રોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ ખાતે યોજાનાર "નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને લઈ ભાજપી નેતાઓની સાથે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે, ત્યારે મૂળ ભારતીય અને અમેરિકામાં છેલ્લા ચાલીસ વર્ષથી બિઝનેસ કરી રહેલા છાત્રાલ પરિવાર હાલ સુરત આવી પહોંચ્યો છે. જે પરિવાર આગામી 24મી તારીખના રોજ અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવાનું છે. આ પરિવાર વડાપ્રધાન મોદી જોડે વર્ષથી પરિચિતમાં છે અને સારા સંબંધો પણ ધરાવે છે. હાલ જ મોદીની બીજી ટર્મ દરમ્યાન તેમણે મુલાકાત પણ કરી હતી.