છોટા ઉદેપુરમાં આઝાદી પર્વની ઉજવણી - શ્રદ્ધાંજલિ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લામાં ખૂટલીયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લા કક્ષાએ આઝાદી પર્વની ઉજવણી કોરોના મહામારીને લીધે માત્ર અધિકારીઓ અને બહુ જ ઓછા લોકો સાથે કરવામાં આવી હતી. સવારે 09 કલાકે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સદર પ્રસંગમાં કલેક્ટરે શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમના અંતમાં મહનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.