વડોદરાના ઉમરાયા ગામે પત્નીએ કરી પતિની હત્યા - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
🎬 Watch Now: Feature Video
વડોદરા: પાદરાના ઉમરાયા ગામના કળિયા ટેકરા વિસ્તારમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ છે. પાદરા નગરપાલિકાના માજી મહિલા સદસ્ય નર્મદા માળીએ આ ફરિયાદ નોંધાવી છે. 4 દિવસ પૂર્વે નર્મદા માળીની પુત્ર વધુ અને પુત્ર રાજેશ વચ્ચે ઘર કંકાસના ઝઘડામાં થયેલી મારામારીમાં મોત નીપજ્યું હોવાના આક્ષેપો રાજેશની માતાએ કર્યા હતા. જેથી પાદરા પોલીસે રાજેશ માળીનો મૃતદેહ સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પાદરા પોલીસે આરોપી પુનિ માળી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.