કચ્છ: નલિયામાં 8 ડિગ્રી ઠંડી, શિયાળા જમાવટથી જનજીવનને અસર શરૂ - કચ્છ ઠંડી ન્યુઝ
🎬 Watch Now: Feature Video

કચ્છ: શિયાળો હવે બરાબરનો જામ્યો છે. ઉતરીય પવન સાથે શરૂ થયેલી ઠંડીમાં ધીમે ધીમે વધારો થયો છે. હવે તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કચ્છના નલિયામાં આજે 8 ડિગ્રીના સિંગલ ડિજીટ પારા સાથે ઠંડીની પકડ વધુ મજબુત બની હતી. જયારે મોટાભાગના શહેરો અને ગામોમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. બીજી તરફ જેમ જેમ ઠંડી વધી રહી છે, તેમ તેમ ઉપર આભ અને નીચે ધરતીની જેમ રહેતા ગરીબ પરીવારોમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પશુ પંખી સહિતની જીવસૃષ્ટિને પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે.