પંચમહાલના ગોધરા તાલુકામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નમાં નાચ્યા હોવાનો વિડિયો વાયરલ થયો - Viral video
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : જિલ્લામના ગોધરા તાલુકાના જૂનીધરી ગામનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક લગ્નપ્રસંગના વરઘોડામાં નાચતા જાનૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પ્રસંગે DJના તાલે મનમૂકીને જાનૈયાઓ નાચતા હોય તેવુ વીડિયોમાં જોવાઇ રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે સામાજિક અંતર અને કોરોના ગાઈડલાઇન્સનો ભંગ જોવા મળી રહ્યો છે. જોકે, વીડિયો વાયરલ થતાં પોલીસ હાલ એક્શનમાં આવી છે. પોલીસે વીડિયોના આધારે 5 જેટલા વ્યક્તિની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.