અમદાવાદ: વરસાદથી પાણી ભરેલા રસ્તા પર અનાજ ભરેલી ટ્રક પલટી ગઈ, ઘટના CCTVમાં કેદ - અમદાવાદ લોકડાઉન ન્યુજ
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ શહેરમાં ગત મોડી રાતે સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે વરસાદના કારણે રોડ બેસી જતા અનાજ ભેરલી ટ્રક પલટી ગઇ હતી. અચાનક જ પલ્ટી ખાઈ ખાડામાં પડી હતી. જોકે સદનસીબે ડ્રાઇવરને કોઈ હાની પહોંચી નથી. ટ્રકે પલ્ટી મારી તે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, વિરાટનગર, મણીનગર વટવામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમમાં સરખેજ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. સરસપુર- અમદુપુરા રોડ પર રાતે પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયા છે.