બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય, ડીસા અને પાલનપુર 4 વાગ્યા પછી બંધ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: જિલ્લાના ડીસા અને પાલનપુરમાં સતત વધતા કોરોના સંક્રમણના કારણે દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી ગુરુવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 10 દિવસ સુધી ડીસા અને પાલનપુરને 4 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 388 પર પહોંચી છે. જેને લઈને આ બન્ને શહેરો કોરોના હોટસ્પોટ બની રહ્યાં છે. જેથી દૂધ અને મેડિકલની દુકાનોને બાદ કરતાં બધી બન્ને શહેર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.