'મહા' વાવાઝોડાનો ખતરો ટળ્યો, ડીપ ડિપ્રેશનથી ઠેર-ઠેર વરસાદ - દરિયાઇ પટ્ટી
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ મહા નામનું વાવાઝોડું દીવ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર ત્રાટકવાનું હતું તે હવે ફંટાઈ ગયું છે પરંતુ, વાવાઝોડાની અસરને કારણે હવે દિવ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાઇ પટ્ટીના આવતા ગામોમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.