ભારે વરસાદને પગલે પોરબંદરના ઘેડ વિસ્તારના અનેક ગામ બેટમાં ફેરવાયા
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પણ વરસાદના કારણે ભાદર-2 ડેમના પાટીયા ખોલવામાં આવ્યાં હતા. સતત વરસાદના કારણે સારણ ડેમ ઓવરફ્લો થયો હતો, જેથી પોરબંદરના માધવપુર નજીક ઘેડ વિસ્તારના નવાગામ, એરડા, કડછ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અનેક ગામ બેટમાં ફેરવાયા છે. તમામ રસ્તાઓ પણ બંધ થઇ જતાં લોકોને ભારે હાલાકી થઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં અનેકવાર પાણીનો પ્રવાહ આવતાં ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વાવેલી મગફળી, બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આ ઉપરાંત વર્તુ-3 ડેમના પણ 16 દરવાજા ખોલવામાં આવ્યાં હતા, જેના કારણે બરડા પંથકના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં છે.