ઉપરવાસમાં ભારે વરસાદ, ભરૂચની ઢાઢર નદી ભયજનક સપાટીએ, નદીકાંઠાના 5 ગામોને એલર્ટ કરાયા - આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8448174-281-8448174-1597647790184.jpg)
ભરૂચઃ ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નરની આવક થઇ છે. જેના પગલે ઢાઢર નદી તેની ભયજનક 102 ફૂટની સપાટી નજીક પહોંચી છે, જેથી નદી કિનારે આવેલા 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પાણી આસપાસ ખેતરોમાં ફરી વળતા ખેતીને વ્યાપક નુકશાન થયું છે. ઢાઢર નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે .