દ્વારકા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ - ખેડૂત ચિંતામાં
🎬 Watch Now: Feature Video
દ્વારકા : દ્વારકા જીલ્લામાં સતત બીજા દિવસે ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જિલ્લાના રાવલ કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ઓચિંતી એન્ટ્રી શરૂ થઈ હતી. વાતાવરણમાં આવેલ પલટા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા. પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો, બીજી તરફ ખેડૂતના જીવ તાળવે ચોંટી ગયા હતા.