પોરબંદરમાં ભારે વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા - પોરબંદર વરસાદના સમાચાર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ પોરબંદરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કરલી જળાશયમાં ફરીથી પાણીનો પ્રવાહ ગત રાતથી વધ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં કડિયા પ્લોટ મફતીયા પરા ખડપીઠ કુંભારવાડા જેવા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સતત પાંચમી વખત આ સિઝનમાં પાણીનો પ્રવાહ વધતા લોકોમાં મુશ્કેલી વધી છે. મંગળવારે વહેલી સવારે પાણીના પ્રવાહમાં કડિયા પ્લોટ શેરીમાં રહેતા એક વ્યક્તિનું તણાઇ જતા મોત નીપજ્યું હતું.