ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ, 30 મિનિટમાં 1 ઇંચ - latest news of rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે ગોંડલ શહેરમાં વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર અડધી કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના લીધે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના પંથકમાં પણ ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.