અમરેલી: શહેરમાં આવેલી સ્પોટ સંકુલના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અમરેલીમાં આવેલ શાંતાબા હરિભાઈ ગજેરા સ્કૂલમાં વિદ્યાર્થીઓને શૂટિંગની તાલીમ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બિહાર ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
બિહારમાં યોજાઈ શૂટિંગ સ્પર્ધા:
હવેથી અમરેલીના જિલ્લાના વિદ્યાર્થીઓ રમત - ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને અમરેલી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે. ત્યારે વિદ્યાસભાનો વિદ્યાર્થી તાવિયા ગુંજલે બિહાર ખાતે યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
ગુંજલે 68મી નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો:
તાવિયા ગુંજલે જણાવ્યું કે, 'પોતે મોઢુકા ગામે રહે છે, અને હાલ અમરેલી શહેરમાં આવેલી શાંતાબા હરિભાઈ ગજેરા સ્પોર્ટ સંકુલ ખાતે શૂટિંગની તાલીમ મેળવી રહ્યા છે. ધોરણ 10માં અભ્યાસ કરવાની સાથે ગુજરાત રાજ્યમાં અલગ અલગ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર અને ગોડ મેડલ મેળવ્યા છે. રાજ્યમાં યોજાયેલી અલગ અલગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને જેમાં બે મેડલ મેળવ્યા છે. તો હવે ગુંજલે બિહાર ખાતે યોજાયેલી એસજીએફઆઈ 68મી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુંજલ હાલ ભારત દેશનું ઇન્ટરનેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.
ગુંજલના કોચે શું કહ્યું?
સાવન દેસાઈ કે જેઓ ગુંજલના કોચ છે તેમણે જણાવ્યું કે, 'પોતે રાઇફલ એન્ડ પિસ્ટોલ શૂટિંગના કોચ તરીકે ડીએલએસએસ સ્કૂલ અમરેલી ખાતે ફરજ બજાવે છે. હાલમાં યોજાયેલી નેશનલ 68 સ્કૂલ ગેમ્સમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીએ એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે વર્ષ દરમિયાન છ નેશનલ મેડલ અને રાજ્યકક્ષાના ટોટલ 22 મેડલ પ્રાપ્ત કરેલા છે, અને આગામી સમયમાં વિદ્યાર્થીઓ વધુ મેડલ મેળવે તે દિશા તરફ હાલ પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે.'
વધુમાં તેમણે જણાવ્યું કે, 'રાષ્ટ્રીય કક્ષાએ બિહાર ખાતે યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં અમરેલીના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે નેશનલ કક્ષાએ રમાઈ રહી છે. જેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમ જ રાજ્યકક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં પણ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ખેલ મહાકુંભમાં ભાગ લેવાની તૈયારીઓ શરૂ:
આગામી સમયમાં ખેલ મહાકુંભ તેમજ નેશનલ લેવલે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા માટે સૌ કોઈ ઉત્સાહિત છે. જેને લઇને ગુંજલ હાલ સ્પોટ સંકુલ ખાતે સવાર - સાંજ શૂટિંગ સ્પર્ધાની તાલીમ કરી રહ્યા છે. અને સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવાથી ખેલાડીઓને વધુ સારું આગળ જવા માટેનો માર્ગદર્શન પણ મળી રહે છે.
અમરેલી આવેલ સ્પોર્ટ સ્કૂલમાં હેન્ડબોલ, હોકી, જુડો, શૂટિંગ અને સ્વિમિંગ સહિતની 6 જેટલી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં સ્કૂલમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં જોડાયેલા છે. હેન્ડ બોલ રમતમાં અમરેલી જિલ્લામાંથી અલગ અલગ રાજ્યોમાં નેશનલ લેવલે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
આ પણ વાંચો: