રાજકોટ: ઉપલેટા શહેરમાં જીવ સાર્થક ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં આવેલી અને ગોંડલ સ્ટેટ વખતની ચાલતી શ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલના કમ્પાઉન્ડની અંદર લોકોને, વિદ્યાર્થીઓને અને હાલના વૃધ્ધ લોકોના સમયની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને સંસાધનો અંગેનો પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.
લુપ્ત થઈ રહેલી 200 કરતાં પણ વધારે ચીજ વસ્તુઓ
ભૂતકાળમાં વખતમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સંસાધનો યંત્રો તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું જ્ઞાન અને માહિતીઓ મળે તે માટે લુપ્ત થયેલી અને લુપ્ત થઈ રહેલી અંદાજે 100 વર્ષ જૂની તેમજ અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવતી ઐતિહાસિક ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રદર્શિત વસ્તુઓની અંદર અંદાજે 200 કરતાં પણ વધારે ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જે જોવા માટે બાળકો વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધ લોકો વિશેષ રૂપે ઉમટી પડ્યા હતા.
જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આયોજન
ઉપલેટામાં બે દિવસ માટે યોજવામાં આવેલ આ પ્રદર્શનને માણવા અને નિહાળવા તેમજ લુપ્ત થયેલી વસ્તુઓને વર્તમાન સમયની અંદર રહેલા વ્યક્તિઓ તેમજ બાળકો જાણે માણે અને નિહાળે તે માટે આ જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું.
સંસ્થાનો હેતુ
જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થામાં સેવા આપનાર માધુરી સુવાએ જણાવ્યું હતું કે, અમે સૌ કોઈ મિત્ર તેમજ સેવાકીય પ્રવૃત્તિના કામ ચલાવનાર જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમારા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા અબોલા મૂંગા પશુ-પક્ષીઓની સારવાર અને તેમને અમારા તરફથી અને સંસ્થા તરફથી જે કાંઈ સેવા અને સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય તે કાર્યક્રમો અને કામો કરીએ છીએ અને સાથે જ લોકોમાં જાગૃતતા અને તેમને વધુ જાગૃત કરવા માટે અને જાણકારી આપવા માટેના વિવિધ કાર્યક્રમો અને પ્રયત્ન કરતા હોય છે.
100 વર્ષ જૂની ચીજ વસ્તુઓ
આ સાથે માધુરી સુવાએ વધુમાં જણાવ્યું છે કે, ઉપલેટામાં જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અંદાજે 100 વર્ષ જૂની ચીજ વસ્તુઓ તેમ જ વર્તમાન સમયની અંદર લુપ્ત થઈ રહેલી અને લુપ્ત થઈ ચૂકેલી ચીજ વસ્તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવેલી હતી જેમાં આ સંસ્થાના લાભ તેમજ લોકો સંસ્થાથી વાકેફ થાય તેમજ ભૂતકાળના સમયની અંદર કઈ વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવતી અને તેમનો ઉપયોગ કરી લોકો જ્યારે સુખ સુવિધાઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજી ના હતી તે સમયની અંદર લોકો જે ચીજ વસ્તુઓ બનાવતા અને તેમનો ઉપયોગ કરતા તે લુપ્ત થઈ ચૂકેલી અને લુપ્ત થયેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજી સૌ કોઈ લોકોને વર્તમાન સમયની અંદર ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને સંસાધનોની સામે ભૂતકાળમાં લોકો કયા પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહેતા અને પોતાનું જીવન ગુજારતા તે માટે આ વિશેષ રૂપે પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેને જોવા માટે અને માણવા માટે પણ સૌ કોઈ લોકોને વિશેષ રૂપે પણ તેમને જણાવ્યું છે.
ઇતિહાસમાં જોવા મળતી ચીજ વસ્તુઓને પ્રત્યક્ષ નિહાળવાનો લ્હાવો
આ પ્રદર્શન નિહાળવા માટે આવેલા શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળાના શિક્ષક રિધ્ધિ લાંગાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જે ટેકનોલોજી અને સંસાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે તેનાથી સૌ કોઈ વાકેફ છે પરંતુ ભૂતકાળ અને જુના પુરાના સમયની અંદર લોકોને જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓનું જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં આ પ્રદર્શનની અંદર ઘણી ખરી એવી પણ ચીજ વસ્તુઓ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને જોવા મળી છે કે જે વસ્તુઓ હાલના સમયમાં સંપૂર્ણ લુપ્ત પણ થઈ ચૂકી છે અને ઘણી ખરી ચીજ વસ્તુઓ લુપ્ત થઈ રહી છે જેમાં પુરાના સમયની અંદર લોકો પોતાની બુદ્ધિ અને સુજબુજથી જે કોઈપણ ચીજ વસ્તુઓ બનાવતા અને તેમનો ઉપયોગ કરી પોતાનું જીવન જીવતા અને ગુજારતા તે સાધનો અને સંસાધનો હાલ અહીં જોવા મળતા વૃદ્ધ લોકોને પોતાના ભૂતકાળનો સમય યાદ આવ્યો છે જ્યારે બાળકોને લુપ્ત થયેલી અને તેમને અભ્યાસમાં જે કોઈ ઇતિહાસની અંદર જોવા મળતી ચીજ વસ્તુઓ હોય તેમને પ્રત્યક્ષ રીતે નિહાળતા તેમને પણ જ્ઞાનની અંદર વધુ વધારો થયો છે.
વિદ્યાર્થીઓમાં જ્ઞાન વધારવાનો પ્રયાસ
પ્રદર્શન નિહાળવા આવેલ વિદ્યાર્થી સાત્વિક વ્યાસે જણાવ્યું હતું કે, તે અભ્યાસ કરે છે જેમાં અભ્યાસમાં ઘણી ખરી એવી ચીજ વસ્તુઓ આવતી હોય છે જે હાલના સમયની અંદર નથી જોવા મળતી જેમાં ઘણી ખરી લુપ્ત થયેલી ચીજ વસ્તુઓ આ પ્રદર્શનની અંદર જોવા મળતા વિદ્યાર્થીઓએ પણ તેમનો ઉપયોગ કઈ રીતે થતો અને તે ભૂતકાળના સમયની અંદર કેવી રીતે ઉપયોગી બનતી તે અંગેની માહિતીઓ મેળવી હતી સાથે જ જીવ સાર્થક સંસ્થા દ્વારા પશુ પક્ષીઓ સાથે કેવા પ્રકારનું વ્યવહાર અને વર્તન કરવું જોઈએ તેમજ પશુ પક્ષીઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે તો તેમની પણ જાળવણી સાર સંભાળ અને તેમની સાથે કેવા પ્રકારનું વ્યવહાર અને વર્તન કરવું જોઈએ તે પણ અહીં તેમને વિશેષ રૂપિયા જણાવવામાં આવ્યું હતું તેમાં સંસ્થાના સહયોગીઓ તેમજ સદસ્યો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ ચીજ વસ્તુઓ ક્યાં હેતુ માટે અને કઈ-કઈ જગ્યાએ ઉપયોગ થતી તેની પણ વિશેષ માહિતી આપી હતી. જેથી આવું પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ પ્રેરણાદાયી અને તેમને જ્ઞાનની અંદર વધારો કરી રહ્યું છે.
જૂના-જમાનાની યાદો તાજા કરાવતી ચીજવસ્તુઓ
મહત્વપૂર્ણ છે કે, જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા ઘણા સમયથી અબોલા પશુ-પક્ષીઓ તેમજ પ્રાણીઓની વિનામૂલ્ય સેવાઓ અને તેમના માટે સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે આ સંસ્થા દ્વારા સમયાંતરે જનજાગૃતિ સેવાકીય પ્રવૃત્તિ પ્રકૃતિ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમો તેમજ આયોજનમાં વિશેષ રૂપે સેવાઓને સુવિધાઓ પૂરી પાડતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા 100 વર્ષ કરતા પણ વધારે પુરાણી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરી લોકોને તેમાં ખાસ કરીને વૃદ્ધ લોકો ને તેમના સમયમાં જીવવામાં આવતી જીવનશૈલીની યાદો તાજા કરી દીધી છે.