વડોદરામાં નવરાત્રીના બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન... - Etv Bharat
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં ગઈકાલ સાંજથી જ મેઘરાજા મહેરબાન થયા હતા. જો કે શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં વરસાદી ઝાપટાને કારણે ખૈલાયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી વચ્ચે વડોદરા સહિત મધ્યગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે. જેના કારણે ખેતીના પાકને પણ નુકશાન પહોંચી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદી ઝાપટાને લઈને ઘરતીપુત્રોમાં પણ ચિતા વ્યાપી છે.