મહેસાણા શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ - મહેસાણામાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video
મહેસાણા: શહેરમાં શુક્રવારે મુશળધાર વરસાદનું આગમન થયું હતું, જેને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા હતા, તો બીજી તરફ શહેરમાં આવેલું ગોપી નાળુ પણ પાણીથી છલો છલ છલકાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ સીઝનમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં શુક્રવારે સવારે 8 થી 10 વગયા સમયે માત્ર મહેસાણા શહેરમાં આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.