ગુરુપૂર્ણિમાઃ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતનો હરિભક્તોને ખાસ સંદેશ, જુઓ વીડિયો - Gurupurnima
🎬 Watch Now: Feature Video
કચ્છ/ભુજ: વેદ વ્યાસનો આજે જન્મદિવસ પણ છે, જેથી વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુપૂર્ણિમાના ગુરુજનોનું પૂજન થાય છે. 18 શાસ્ત્રો પુરાણો અને ઉપનિષદ વડે સંસારના જીવાત્માઓને માર્ગદર્શન અપાયું છે. સંસારમાં મનુષ્ય જીવનમાં કઈ રીતે વર્તવું તે શીખવાડ્યું છે. વેદવ્યાસજીએ 3 શસ્ત્રો વડે સાંસારિક જીવનના કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. કચ્છના પાટનગર ભુજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના સંત સુખદેવ સ્વરૂપ સ્વામીએ આજે ગુરુપૂર્ણિમાના દિવસે હરિભક્તોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સમગ્ર જીવાત્માના ગુરુ ભગવાન છે, ત્યારે ગુરુપૂર્ણિમાએ ભાવિકો ગુરૂ-પૂજન સાથે આશીર્વાદ પ્રાપ્ત કરે તેવો સંદેશ આપ્યો હતો.