Israeli software Pegasusમાં થઇ રહેલી જાસુસીમાં ગુજરાતના પ્રવિણ તોગડિયાનું નામ સામે આવ્યું
🎬 Watch Now: Feature Video
નવસારી : તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને (international media organization) ખુલાસો કર્યો હતો કે, ઈઝરાયલના જાસૂસી સોફ્ટવેર પિગાસસ (Israeli spy software Pegasus)ના માધ્યમથી ભારતના 2 કેન્દ્રિય પ્રધાનો, 40થી વધુ પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જસ્ટિસ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને અધિકાર કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઈલ નંબર હેક (Mobile Number Hack) કરવામાં આવ્યા હોઈ શકે છે. આ રિપોર્ટમાં ગુજરાતના પ્રવિણ તોગડિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે પ્રવિણ તોગડિયા સાથે વાત-ચીત કરતા તેઓે જણાવ્યું હતું કે, દેશમાં માત્ર પાકિસ્તાનીઓની જાસુસી થતી હોય છે. શું પ્રવિણ તોગડિયાની જાસુસી ? શું પ્રવિણ તોગડિયા પાકિસ્તાની છે ? અમારે તો કંઇ છુપાવું નથી, તો કોઇ જાસુસી કરે કે તો શું ફરક પડે છે ? અમુક લોકોને પ્રવિણ તોગડિયા એટલા માટે ગમતો નથી. કારણ કે, તે રામ મંદિર માટે ઉભેલા હતા, ગૌરક્ષા માટે ઉભેલા હતા, કાશ્મીરના હિન્દઓ માટે ઉભા છે. જે આ કારણોસર પ્રવિણ તોગડિયા નથી ગમતો, તેમને પ્રવિણ તોગડિયાનો આવાજ ગમે છે. તેથી તેઓ છુપાઇ-છુપાઇને અવાજ રાત્રે સાંભળે છે, તેવા લોકો વિશે શું કહેવું ? આ લોકતંત્ર, પ્રાઇવસી, ફોન ટેપિંગ, વાણી સ્વાતંત્ર વગેરે જેવું ભારતનું સંવિધાન માત્ર પુસ્તકોમાં જ છે કે જીવનમાં પણ ?
Last Updated : Jul 20, 2021, 5:19 PM IST