કોરોના વાયરસઃ હૉંગકોંગમાં વેકેશન જાહેર થતા સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર - હીરા ઉદ્યોગમાં મંદી
🎬 Watch Now: Feature Video
સુરતઃ ચીનના કોરોના વાયરસની સુરતના ડાયમંડ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. મહત્વનું છે કે, સુરતના ડાયમંડ ચીનમાં એક્સપોર્ટ થાય છે. સુરતનો એક્સપોર્ટનો 37 ટકા વ્યાપાર હોગકોંગ અને ચીન સાથે છે. જો કે, હાલ કોરોના વાયરસના કારણે બંને એક્સપોર્ટ ઠપ્પ થઇ ગયા છે. જેથી ડાયમંડ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સ્થિતિ માર્ચ માસ સુધી રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. 3 માસમાં અંદાજીત 2 હજાર કરોડોનો ફટકો પડે તેવી શક્યતા છે. ત્યારે મંદીની સાથે કોરોના વાયરસથી ડાયમંડ ઉદ્યોગને ડબલ ફટકો પડ્યો છે. કોરોના વાયરસના કારણે હોંગકોંગમાં માર્ચ સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇને સુરતમાં ઉત્પાદન થતી ડાયમંડ જ્વેલરીનું હોંગકોંગ ખાતેનું માર્કેટ હાલ બંધ પડી ગયું છે. હોંગકોંગમાં કોરોના વાયરસનો કહેર આમ જ ચાલશે તો આગામી દિવસોમાં યોજાનાર ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન અટકી પડવાની પણ પૂરેપૂરી ભીતિ સુરત જેમ્સ એન્ડ જવલેરી પ્રમોશન કાઉન્સીલ દ્વારા સેવવામાં આવી છે. 3 માર્ચ સુધી વેકેશન જાહેર થતા હોંગકોંગમાં ડાયમંડ જ્વેલરીનો વ્યવસાય કરતા વેપારીઓ હવે ભારત તરફ વળી રહ્યા છે. સુરતમાં તૈયાર થતી 37 ટકા જેટલી જવેલરીનું મોટું માર્કેટ હોંગકોંગ માનવામાં આવે છે, પરંતુ હોગકોંગમાં વેકેશન જાહેર કરી દેવાતા સુરતમાં તૈયાર થતી ડાયમંડ જ્વેલરીના માર્કેટ પર બ્રેક લાગી ગઈ છે. ચીનના હોંગકોંગમાં વેકેશન જાહેર થતા સુરતનો હીરા ઉદ્યોગ ચિંતામાં સરી પડ્યો છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ધીમીગતિએ તેજી પકડી હતી. જ્યાં વેપારની આશા સેવી બેઠેલા વેપારીઓ આશાઓ પર પાણી ફરી વળ્યાં છે.