વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય દાદી હૃદય મોહિનીનું મુંબઈમાં અવસાન - janki didi
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: સમગ્ર વિશ્વના 140 દેશોમાં સેવા કેન્દ્રો ધરાવતી જગવિખ્યાત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય દાદી હૃદય મોહિનીનું મુંબઈની સૈફી હોસ્પિટલમાં ગુરૂવારે સવારે 10.30 કલાકે અવસાન થયું છે. તેમને દિવ્ય દ્રષ્ટિનું વરદાન હતું તેમજ એક વર્ષ અગાઉ જાનકી દાદીના નિધન બાદ તેમની વરણી મુખ્ય દાદી તરીકે કરવામાં આવી હતી. મુખ્ય દાદી હૃદય મોહિનીના પાર્થિવ દેહને આબુરોડના તેના શાંતિવન આશ્રમમાં લાવવામાં આવશે અને શુક્રવારે ભક્તોના દર્શન માટે મુકવામાં આવશે.જ્યારે તેમની અંતિમ વિધિ 13મી માર્ચે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર ખાતે કરાશે. તેવી માહિતી બ્રહ્માકુમારી સંસ્થાના સૂત્રોએ આપી હતી.