Gram Panchayat Election Result 2021:આણંદ તાલુકામાં વાસખેલીયા ગામે MLAનો પુત્ર બન્યો સરપંચ - ગ્રામ પંચાયતની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે મંગળવારે જાહેર થયા છે, ત્યારે આણંદ તાલુકાના વાંસખીલીયા ગામે ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્ર મહેન્દ્રસિંહ સોઢા પરમારે જ્વલંત વિજય મેળવી છે. વાસખેલીયા ગામના 1930 જેટલા મતદારોએ 19 તારીખે યોજાયેલા મતદાન કાર્યક્રમમાં ગામમાં સરપંચ પદ માટે ઉભેલા બે ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. જેમાંથી અરવિંદભાઇ સોમાભાઈ ઠાકોર ને 752 મત માંડ્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ સોઢાને 1047 મત મળ્યા હતા,જેમાં મહેન્દ્રસિંહ સોઢાની 451મ ની લીડ સાથે જીત થઈ છે.ત્યારે બીજી તરફ વાસખેલીયા ગામના 131 નાગરિકોએ નોટાને મત આપ્યો હતો.