સચિવાલયના સેક્સન ઓફિસર સ્ત્રી મિત્ર સાથે ગેસ્ટહાઉસમાં ગયો અને પત્ની પહોંચી ગઈ

By

Published : Nov 24, 2019, 3:00 PM IST

thumbnail
વડોદરાઃ ગાંધીનગર સચિવાલયમાં સેક્શન અધિકારીને તેની મહિલા મિત્ર સાથે પત્નીએ ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા માણતા ઝડપી પાડ્યા હતો. સેક્શન અધિકારી વડોદરાના એક ગેસ્ટહાઉસમાં પ્રેમિકા સાથે ઝડપાયા હતા. અભયમની મદદથી પત્ની તેમના સુધી પહોંચી ગઈ હતી. વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં અધિકારી રંગરેલિયા માણી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ અભયમની મહિલા પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. ગેસ્ટહાઉસમાં દરોડા પાડીને અધિકારી અને પ્રેમિકાનો ઉધડો લીધો હતો. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ હાથ ધરી પોલીસે કાર્યવાહી હાથધરવામાં આવી હતી. પત્નીએ મહિલા પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. પત્નીએ ગાંધીનગર સચિવાલયમાં સેકશન અધિકારી તરીકે કામ કરતા આદિત્ય દેસાઈનો તેમની મહિલા મીત્રનો ઉધડો લીધો હતો. અને આખરે સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.