પોરબંદરથી દિલ્હી સાઇકલ પર જઈ રહેલ CRPF અને પેરામિલિટરી ફોર્સના જવાનોનું ગોંડલમાં કરાયું સ્વાગત - Delhi
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે અહિંસા અને સ્વચ્છતા જેવા સંદેશાઓને સાથે લઈ CRPF અને પેરામિલિટરી ફોર્સના 500 જવાનો મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી દિલ્હી જઈ રહ્યા છે. જેઓ આજે ગોંડલ પહોંચ્યા હતાં. જેનું ગોંડલ પોલીસ અને ગોંડલ સ્થાનિક પ્રજાજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જવાન ૭૦૦થી પણ વધુ કિમીનું અંતર કાપી દિલ્હી પહોંચશે. આ તકે રાજકોટ જિલ્લા SP બલરામ મિણા, ગોંડલ DYSP હરપાલસિંહ જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ, PSI જાડેજા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો.
Last Updated : Sep 8, 2019, 7:09 PM IST