વરસાદ બન્યો મુસીબત, ગોંડલના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાથી રહ્યા વંચિત - વરસાદના કારણે વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાથી વંચિત
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલો અનરાધાર વરસાદ વિદ્યાર્થીઓ માટે મુસીબત બન્યો છે. ગોંડલ શહેર અને તાલુકાના કોલીથડ, ખડવંથલી, બેટાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદને કારણે ખડવંથલી ગામનો કોબા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ખડવંથલી ગામે નદીઓમાં ભારે પૂર આવ્યાં હતા. જેથી ખડવંથલી ગામ સંપર્ક વિહોણું થયું હતું. આ પૂરના કારણે અહીંયાના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાથી વંચિત રહ્યા હતા.
Last Updated : Aug 24, 2020, 6:32 PM IST