ગોંડલ PGVCLની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતો વીડિયો વાયરલ - ગોંડલ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સામાન્ય વરસાદ પડતાની સાથે જ ગોંડલ PGVCLની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ગોંડલ-જેતપુર રોડ પર ત્રણ ખુણીયા પાસે આવેલા ઇલેક્ટ્રોનીક પોલમાં શોર્ટ સર્કિટ થતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પોલની બાજૂમાં જ ખાનગી હોસ્પિટલ આવેલી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારનના પગલા લેવામાં આવતાં નથી. જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.