કેન્સર જાગૃતિ માટે બાઈક રાઈડ પર નીકળેલી બેંગલોરની યુવતીઓ પહોંચી વડોદરા - સર્વાઈકલ કેન્સર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વર્તમાન સમયમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લોકો લડી રહ્યા છે. આ બીમારીઓથી લોકો આર્થિક અને માનસિક ભાંગી જતા હોય છે, ત્યારે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર વિરૂદ્ધ જનજાગૃતિ અભિયાન માટે બેંગ્લોરની બે યુવતીઓ ભારત ભ્રમણ પર નીકળી છે. આ બંને યુવતીઓ મોટર બાઈક પર રાઈડ કરી રવીવારે વડોદરાના કમાટીબાગ ખાતે પહોંચી હતી અને લોકોને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે માહિતી આપી હતી.