ભાવનગરમાં ગણપતિની સ્થાપન બાદ ઘરમાં જ કર્યું વિસર્જન, જુઓ વીડિયો - Ganapati in Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગર: ગણપતિ મહોત્સવ એટલે ગણપતિ બાપાને ભજવાના દિવસો. જેમાં ગણપતિને ઘરમાં સ્થાપન કરીને શક્તિ પ્રમાણે પૂજા પાઠ કરીને વિસર્જન કરવામાં આવે છે, ત્યારે શહેરમાં ગણપતિ સ્થાપન બાદ વિસર્જન કરવા માટે લોકો દરિયા સુધી જાય છે, પરંતુ કોરોના મહામારીમાં લોકોએ ગણપતિ વિસર્જન કરવાનું ઘરમાં જ પસંદ કર્યું છે. ભાવનગરમાં વસતા મહારાષ્ટ્રીયન હોઈ કે, પછી ગુજરાતી સૌ કોઈ હવે ઘરમાં પાણીની ડોલ અથવા ટબમાં વિસર્જન કરી રહ્યાં છે. ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા મહારાષ્ટ્રીયન લોકો પોતાના ઘરમાં વિધિવત રીતે સ્થાપન કરીને ભક્તિ કરે છે, ત્યારે ભાવનગરમાં ઘરમાં ગણપતિ સ્થાપન કરનાર ભક્તોએ 5મા દિવસે કે 7મા દિવસે કે પછી 9 કે 13 દિવસે વિસર્જન કરવામાં આવે છે. ભાવનગરના કોળિયાક દરિયામાં આજદિન સુધી વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ કોરોના મહામારી અને પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓના પગલે પ્રકૃતિ અને પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે હવે નાની મૂર્તિઓને ઘરમાં પાણીના ટબમાં કે ડોલમાં વિસર્જન કરવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રીયન લોકોએ પણ ટબમાં વિસર્જન કરીને ગણપતિ પૂજા ભક્તિને સમય સાથે પરિવર્તન કરીને પૂર્ણ કરી હતી.