દ્વારકાના વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી ગોમતી નદીમાં વિસર્જન કર્યું - દ્વારકા
🎬 Watch Now: Feature Video
દ્વારકા: યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિર પરિસરમાં આવેલા શંકરાચાર્ય શારદાપીઠ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં ગુજરાત તેમજ ગુજરાત બહારના બ્રાહ્મણ બાળકો અને યુવાનો અભ્યાસની સાથે સાથે સંસ્કૃતના કર્મકાંડી પાઠ ભણે છે. આ યુવાનોએ હાલમાં ચાલતા સરકારના પોલ્યુશન કંટ્રોલ નિયમને માન સન્માન આપી અને ભગવાન ગણેશના માટીમાંથી બનાવેલા ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું વિધિવત પૂજા સાથે સ્થાપના કરી પવિત્ર ગોમતી નદીમાં વિસર્જન કર્યું હતુ.