ગાંધીનગરમાં પોલીસની હાજરીમાં જ જાહેરનામું બહાર પાડ્યા વગર રોડ બંધ રાખ્યો - ગાંધીનગર ગાંધી સંકલ્પ યાત્રા
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ શહેરમાં ઘ-5 ખાતે આવેલી રવિશંકર મહારાજની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવનારી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આ યાત્રામાં જોડાવાના હતા. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. પરંતુ બે કલાક સુધી કાર્યકરોને ખરોચ પણ ન પહોંચે તે માટે પોલીસની હાજરીમાં જ જાહેરનામું બહાર પાડયા વિના રોડ બંધ રાખ્યો હતો.