જામનગરના કાલાવડ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના ઘટનાસ્થળે મોત - જામનગર તાજા ન્યુઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5291587-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગર: કાલાવડ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ભાવુભા ખીજડીયા ગામ પાસે સર્જાયો અકસ્માત હતો. ત્રણ ઘાયલને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇકો કારમાં સવાર પરિવાર જામનગરનો હોવાનું બહાર આવ્યું છે. કારમાં બેઠેલા તમામના મોત નિપજ્યા હોવાની પુષ્ટી થઇ છે. અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે, ઇકો કારનો ભુક્કો થઇ ગયો છે. જામનગર કાલાવડ હાઇવે પર અકસ્માત સર્જાતા આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક હળવો કર્યો હતો.