કચ્છ ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયામાં પારો 6.2 ડિગ્રી - નલિયા
🎬 Watch Now: Feature Video
કચ્છઃ શીતલહેરના સંકજામાં કચ્છ આગામી એક સપ્તાહ સુધી રહેશે. બુધવારના રોજ ઠંડી વધુ તીવ્ર બની છે. કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં તાપમાનનો પારો વધુ ત્રણ ડિગ્રી ગગડીને 6.2 ડિગ્રી નોંધાયો છે. સખત ઠંડીને પગલે સમગ્ર વિસ્તારનું જનજીવન ઠંડીમાં ઠૂંઠવાયું છે. ભેજ વિહોણા સૂકા પવનોએ ઠંડીની ધારને વધુ તીક્ષ્ણ બનાવતા માત્ર રાત્રે નહી દિવસના પણ ગરમ કપડાં પહરેવા પડે તેવી ઠંડીની અનુભૂતિ થઈ રહી છે. માનવીની સાથે પશુધનની હાલત કફોડી બની ગઈ છે. સુસવાટા મારતા પવનના કારણે જનજીવન પર ઠંડીની પ્રભાવી અસર જોવા મળી છે. લોકો તાપણા કરીને કે પછી ચાની ચુસ્કી લગાવી ઠંડીથી બચવા નિતનવા નુસખા અજમાવી રહયા છે. કંડલા એરપોર્ટ કેન્દ્રમાં પારો ગગડીને 10.6 જ્યારે પાટનગર ભુજમાં 10.4 ડિગ્રીએ પહોંચવા સાથે તીવ્ર ગતિએ ફૂંકાઈ રહેલા પવનને કારણે લોકો પર ભારે અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી સામાન્ય વધઘટ સાથે ઠંડીનો આ દોર જારી રહેવાની આગાહી કરી છે.