જામનગર : નગરસેવકની ત્રીજા સ્મશાન મુદ્દે નગરયાત્રાનો ચોથો દિવસ - જનરલ બોર્ડ
🎬 Watch Now: Feature Video
જામનગર: JMC કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહીર છેલ્લા 4 દિવસથી આહીર ત્રીજા સ્મશાનના મુદ્દે જામનગર શહેરમાં નગરયાત્રા કરી રહ્યા છે. દેવસી આહીરની નગર યાત્રાનો ચોથો દિવસ છે. કોરોના કાળમાં જામનગરમાં રોજ 15થી 20 ના દર્દીઓના મોત થઇ રહ્યા છે, ત્યારે આ દર્દીઓના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં આઠથી દસ કલાક રાહ જોવી પડે છે. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં 2 વર્ષ પહેલાં ત્રીજા સમશાનને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, હજૂ સુધી ત્રીજું સ્મશાન બનાવવામાં ન આવતા કોર્પોરેટર દેવસી અહીર શહેરમાં નગરયાત્રા કરી આ સ્મશાન બનાવવા માટે માગ કરી રહ્યા છે.