ગીર સોમનાથઃ ખત્રીવાડા ગામે રૂપેણ નદીમાં ઘોડાપૂર, જુઓ આકાશી દ્રશ્યો... - Flood in Rupen river
🎬 Watch Now: Feature Video

ગીર-સોમનાથઃ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે, ત્યારે ઉના તાલુકામાં કેટલાય દિવસોથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ઉનામાં રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેંચાયુ હતું. ગામલોકો ગામની એક તરફથી બીજી તરફ જવા દોરડા બાંધી તેના સહારે જીવ જોખમમાં મુકીને નદી પસાર કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ઉનામાં પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન અનેક ગામોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જે ક્યાંકને ક્યાંક તંત્રની નિષ્ફળતા તરફ ઈશારો કરી રહી છે.