અમદાવાદ: લગ્નમાં ફાયરીંગ કરવું પડ્યું ભારે... - લગ્ન પ્રસંગમાં ફાયરીંગ કરવાની ઘટના
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ લગ્ન પ્રસંગમાં ફાયરીંગ કરવાની ઘટના જાણે સામાન્ય હોય તેમ સરખેજના ફતેવાડીમાં એક લગ્નમાં ડાન્સ કરતા એક શખ્સ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં શખ્સ 4-5 રાઉન્ડ ફાયરીંગ કરતો શખ્સ દેખાઇ રહ્યું છે અને આ વીડિયો વાઇરલ થયો છે. સરખેજ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધ્યા વિના તપાસ કરવામાં આવી હતી, તે દરમિયાન જ ફાયરીંગ કરનારા શખ્સને જાણ થતાં 5 શખ્સો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.