વડોદરાના મહેબૂબપુરા વિસ્તારમાં મારૂતિ વાનમાં આગ, કોઈ જાનહાનિ નહીં - વડોદરામાં આગ
🎬 Watch Now: Feature Video

વડોદરા: શહેરમાં આગ લાગવાનો સીલસીલો યથાવત છે. મંગળવારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબૂબપુરામાં પાર્ક કરેલી એક LPG મારૂતિ વાન કારમાં અચાનગ આગ લાગતાં વિસ્તારમાં નાસાભાગ મચી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં નવનિર્મિત નવાબજાર ફાયર સ્ટેશનના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.