કોરોના વાઇરસની મહામારીમાં ફાયર બ્રિગેડની અદભૂત કામગીરી - અમદાવાદના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દેશમાં જ્યારે કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે, ત્યારે દેશની સેવામાં પોલીસ, તબીબો, સફાઈ કામદારોની સાથે સાથે ફાયર વિભાગના જવાનો પણ પ્રસંશનીય કામગીરી બજાવી રહ્યા છે. અમદાવાદ શહેરના ફાયર વિભાગ દ્વારા શહેરને સેનિટાઈઝ કરવાનું કામ લગભગ પૂર્ણ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, ચાલીઓ, સોસાયટીઓ વગેરેને ફાયર વિભાગ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવી છે. અત્યારે પણ ફાયર વિભાગ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોજની કરોડો લીટર દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓન કોલ ફાયર વિભાગને જે-તે સંસ્થા તરફથી વિનંતી કરવામાં આવે તો ફાયર વિભાગ ત્યાં જઈને પણ તે વિસ્તારને સેનિટાઈઝ કરવાનું કામ કરી રહ્યું છે. રોજની ફાયરની લગભગ 16 ગાડીઓ ત્રણ થીચાર રાઉન્ડ અમદાવાદ શહેરમાં ફરીને શહેરને જંતુમુક્ત કરી રહી છે.