જાણો મકરસક્રાંતિ નિમિત્તે પશુઓને ઘાસચારો ખવડાવવાનું મહત્વ - અબોલ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ મકરસક્રાંતિ નિમિત્તે દાન, દક્ષિણા માટે પુણ્યકાળનું મહાપર્વ માનવામાં આવે છે. તેમાં પણ અબોલ પશુઓને સુકો કે લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. જે કારણે ઉત્તરાયણની વહેલી સવારથી જ અંબાજી હાઈવે તેમજ માર્ગો પર લોકોએ ઘાસચારાના પુળા ખડકી દીધા હતા. જ્યારે તેટલા જ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો. બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓને એક જ જગ્યાએ ઉભા કરી દેતા પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બન્નેનો સમન્વય એક જ જગ્યાએ મળી ગયો હતો.