ભરૂચના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં દીપડાનો પગપેસારો, સ્થાનિકોમાં ભયનો માહોલ - ભરૂચમાં દીપડાનો ભય
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરના વાલિયા ઝઘડીયા અને નેત્રંગ સહિતનાં ટ્રાયબલ બેલ્ટ પર મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે. જેથી આ વિસ્તારોમાં વસતા લોકોને ભય હેઠળ જીવવું પડે છે. ત્યારે હવે દીપડાઓએ ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી વિસ્તારમાં પગપેસારો કર્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, કુકરવાડા વિસ્તારમાં બે સ્થાનિકોએ આજે સવારે 8:30 કલાકની આસપાસ દીપડાને જોયો હતો. જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોચી સર્ચ ઓપરેશન કર્યું હતું અને તપાસ શરૂ કરી હતી. તેમજ આ વિસ્તારના લોકોને સાવચેત રહેવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.