બોટાદના નાનીવાવડી ગામમાં ખેડૂતોએ કેનાલમાં રામધુન બોલાવી દર્શાવ્યો વિરોધ - Ramdhun
🎬 Watch Now: Feature Video
બોટાદ: જિલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામમાં નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલમા પાણી છોડવા માટે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતા પાણી નહીં છોડાતા ખેડૂતો દ્વારા કેનાલ પર બેસીને રામધુન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. વલભીપુર માઈનોર કેનાલમાં પાણીની માગ મુદ્દે થયેલા આંદોલનમાં અધિકારીઓ દ્વારા પાણી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જ્યારે ખેડૂતો દ્વારા જણાવાયું કે, જો પાણી નહીં મળે તો આજે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.