પેટા ચૂંટણીના ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ - EVM મશીન સીલ કરાયા
🎬 Watch Now: Feature Video
પાટણ: રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને તમમાં EVM મશીનોને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.રાધનપુરની પેટા ચૂંટણીમાં 326 મતદાન મથકો પર યોજાયેલા મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM અને VVPET મશીનોને સીલ કરી રાધનપુરની મોર્ડન હાઈસ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ કતપુર એન્જીનીયરીંગ કૉલેજના સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાશે.જ્યાં 24 મીના રોજ મતદાનની ગણતરી હાથ ધરાશે.અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રઘુ દેસાઈ અને એન સી.પી.ના ઉમેદવાર ફરસુ ગોકલાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે 24 મીના રોજ મત ગણતરી બાદ જ જાણવા મળશે કે રાધનપુર બેઠક કમલ ખીલે છે કે કોંગ્રેસનો પંજો લહેરાય છે કે પછી અન્ય એનસીપીના ઉમેદવાર બાજી મારી જાય છે.