રાજકોટમાં સગાઈ પ્રસંગમાં લાઇટિંગના UV કિરણોને કારણે 150થી વધુ લોકોના આંખમાં અસર - engagement program in eating After Eye problem in Rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા અજિતભાઈ મોકરસીના પુત્રના સગાઈ પ્રસંગ દરમિયાન રાત્રીના ભોજન બાદ વહેલી સવારે અંદાજીત 150થી વધુ લોકોને આંખમાં બળતરા અને સોજા આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, તાત્કાલિક સારવાર મળી જતા તમામ લોકને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એકીસાથે 150 લોકોને આંખમાં અસર થવાની ઘટના વાયુવેગે શહેરમાં પરસરતા આરોગ્ય વિભાગની ટિમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સમગ્ર તપાસ બાદ પ્રાથમિક માહિતી આપતા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું હતું કે, આ પ્રકારની ઘટના રાત્રીના અલગ અલગ લાઇટિંગના UV કિરણોને કારણે અથવા ફટાકડાના કારણે થઈ હોય શકે. હાલ આ મામલે વધુ તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છે કે, સગાઈ પ્રસંગમાં આવેલ મહેમાનોને વહેલી સવારે હોસ્પિટલ જોવા મળતા ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી.