રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાંથી દારૂની ખાલી બોટલો મળી, પોલીસને જાણ કરાઇ - Radhanpur Taluka Panchayat
🎬 Watch Now: Feature Video
પાટણઃ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠરે-ઠેર દારૂનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં શૌચાલયની ગેલેરીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. સરકારી કચેરીમાંથી મળી આવેલી દારૂની ખાલી બોટલોને પગલે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશજી ઠાકોરે આ મામલે પોલીસને જાણ કરી હતી અને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી.