વડોદરા પોલીસ દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું - વડોદરામાં રન ફોર યુનિટીનું આયોજન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2020, 3:40 PM IST

વડોદરા: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં વડોદરા શહેર પોલીસ દ્વારા એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દોડ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સિમિત વ્યક્તિઓ વચ્ચે કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી. આ દોડનું પ્રસ્થાન સોમવારે વહેલી સવારે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું. આ 5.5 કિલોમીટર દોડમાં વડોદરા શહેર પોલીસના 300 જેટલા જવાનો ઉપરાંત વડોદરા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ જોડાયા હતા. આ સાથે જ દોડવીરોનો ઉત્સાહ વધારવા શહેર પોલીસના DCP ઝોન 2 અને DCP ઝોન 4એ પણ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.