રજીસ્ટર ફી ઓનલાઈન ભરવાની પ્રથા રદ કરવા દ્વારકા બાર એસોસીએશને કરી રજૂઆત - સબ રજીસ્ટાર
🎬 Watch Now: Feature Video

દેવભૂમિ દ્વારકા: કોરોના વાઇરસના કહેર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ તથા અન્ય ડોક્યુમેન્ટની રજીસ્ટર ફી ઓનલાઇન ભરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. લોકડાઉન હટાવીને સરકારી તમામ કચેરીઓમાં તમામ કાર્યવાહી રેગ્યુલર કરવાના આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ચાલતી આ ઓનલાઇન પ્રથાને દ્વારકા બાર એસોસિએશન દ્વારા બંધ કરીને પહેલાની મેન્યુઅલી વ્યવસ્થા કરવા માટે લેખિતમાં ગાંધીનગર રજૂઆત કરી છે.