જૂનાગઢમાં વરસાદથી દાતારની વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી - પર્વતમાળા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: શહેરમાં આવેલા દાતારની પર્વતમાળાઓ વરસાદને કારણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. કુદરતે જૂનાગઢ પર વિશેષ હેત રાખ્યું હોય તે પ્રકારે ખૂબ મોટું જંગલ શહેરની બિલકુલ સમીપે આપ્યું છે. સાથે જ દાતાર પર્વતની ખીણોમાં બનાવવામાં આવેલો વેલિંગ્ટન ડેમ પણ રમણિય લાગી રહ્યો હતો. ચારે તરફ પર્વતોની વચ્ચે બનેલો આ ડેમ લીલી વનરાજીથી સુશોભિત બન્યો હતો. પર્વતમાળાઓની વચ્ચે આવેલા ઝરણાઓ લોકોને ખેંચીને લાવવા માટે ખડખડ જોવા મળ્યા હતા.